મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના નવાડેલા રોડ-કુંભાર શેરીમાંથી પોલીસે ૧૮૦ બોટલ દારૂ કબજે કર્યો: બુટલેગરની શોધખોળ


SHARE







મોરબીના નવાડેલા રોડ-કુંભાર શેરીમાંથી પોલીસે ૧૮૦ બોટલ દારૂ કબજે કર્યો: બુટલેગરની શોધખોળ

મોરબીના નવાડેલા રોડ ઉપર રહેણાંક મકાનમાં તથા કુંભાર શેરી પાસેના ખંઢેર મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૧૮૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૨,૭૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી હાજર મળી ન આવતા તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવાડેલા રોડ ઉપર રહેતા હિતેશ ઉર્ફે મોઢ્યો ચંદ્રકાંતભાઈ ધોળકિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ કુંભાર શેરીમાં આવેલ ખંઢેર મકાનમાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે કુલ મળીને દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૮૦ બોટલો કબજે કરીને ૭૨,૭૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે બુટલેગર હિતેશ ઉર્ફે મોઢ્યો ચંદ્રકાંતભાઈ ધોળકિયા ઘરે હાજર મળી આવ્યો ન હતો જેથી કરીને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News