મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામ નજીક વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૩ શખ્સો ૪.૬૩ લાખની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના વનાળીયા ગામ નજીક વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૩ શખ્સો ૪.૬૩ લાખની રોકડ સાથે પકડાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીના માલિક સહિત કુલ મળીને ૧૩ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૪,૬૩,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામની સીમમાં મનોજભાઈ રતિલાલ સદાતીયા જાતે પટેલ રહે. દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્ક મોરબી વાળાની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને વાડીના માલિક સહિત કુલ મળીને ૧૩ શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાં વાડીના માલિક મનોજભાઇ રતીલાલ સદાતીયા જાતે પટેલ ઉપરાંત ભાવેશભાઇ કાનજીભાઇ ભેસદળીયા જાતે પટેલ (૩૧) રહે. બાયપાસ એસ.આર. પંપની બાજુમાં ટી.વી.એસ. શો રૂમ વાળી શેરીમાં સ્વાગત હીલ્સ એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત જાતે પટેલ (૩૫) રહે. અવની ચોકડી સંકલ્પ એપાર્ટમેન્ટ ફલેટ નં-૪૦૧, મીલનભાઇ રમેશભાઇ ગોપાણી જાતે પટેલ (૨૯) રહે. નેસડા (ખા) હનુમાનજીના મંદીર પાસે તાલુકો ટંકારા, મનીષભાઇ કેશવજીભાઇ મોરડીયા જાતે પટેલ (૩૧) રહે. નાની વાવડી ખોડીયાર ડેરી સામે માહી ટાવર ફલેટ નં-૧૦૧, જયદીપભાઇ ઘનશ્યામભાઇ ભડાણીયા જાતે પટેલ (૨૬) રહે. રવાપર રોડ, રામસેતુ સોસાયટી સહજાનંદ એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧, ભાવેશભાઇ ભગવાનજીભાઇ મેરજા જાતે પટેલ (૩૫) રહે. પંચાસર રોડ, શ્રીમદ રાજ સોસાયટી શેરી નં-૦૨, રવીરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૪) રહે. શકત શનાળા, ઇન્દ્રસિંહ ઉર્ફે ઇનુભા ગંભીરસિંહ ઝાલા જાતે દરબાર (૫૨) રહે. કુબેરનગર અશોકપાર્ક, લીલાધરભાઇ બેચરભાઇ સંતોકી જાતે પટેલ (૫૧) રહે. પંચાસર રોડ, રાજનગર બી/૨૨, વિશાલભાઇ હસમુખભાઇ ગાંભવા જાતે પટેલ (૨૯) રહે. નાની કેનાલ રોડ, મારૂતી એપાર્ટમેન્ટ ફલેટ નં-૬૦૧, નંદલાલભાઇ લખમણભાઇ રૈયાણી જાતે પટેલ (૪૦) રહે. સજનપર (ઘુ) વાળાનો સમાવેશ થાય છે અને આ જુગારીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૪,૬૩,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News