મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગુજરાત ગેસની ડિમાન્ડ તળિયે બેસી જતાં ભાવ ઘટાડનું બ્રહ્મ જ્ઞાન !


SHARE







ગુજરાત ગેસની ડિમાન્ડ તળિયે બેસી જતાં ભાવ ઘટાડનું બ્રહ્મ જ્ઞાન !

વિશ્વ કક્ષાના સિરામિક ઉધોગ મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા છે અને તેમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કેગુજરાત ગેસ કંપનીનો સૌથી મોટો ગ્રાહક મોરબીનો સિરામિક ઉદ્યોગ છે અને તેમાં સતત ગેસની માંગ ઘટી રહી છે જેથી કરીને ગુજરાત ગેસના ભાવમાં રૂપિયા સાતનો ઘટાડો કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોને હવે સૂડી વચ્ચે સોપારી જેવુ થઈ ગયું છે કેમ કે, ગુજરાત ગેસ કંપનીના ગેસની ડિમાન્ડ તળિયે બેસી ગયેલ છે ત્યારે ગેસના ભાવમાં ઘટડો કરવામાં આવતા હાલમાં તે પ્રોપેન ગેસની સાથે આવીને ઊભો છે પરંતુ આ ભાવ ઘટાડો પહેલા કરવામાં આવ્યો હોત તો મોરબીના ઉદ્યોગકારોને બિન જરૂરી ખર્ચા કરવા પડ્યા ન હોત તેવો ગણગણાટ ઉદ્યોગકારોમાં છે

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક ૭૭ લાખ ક્યુબીક મીટર થઈ ગયો હતો જો કેગુજરાત ગેસ કંપનીના ગેસના ભાવના લીધે ઘણા ઉદ્યોગકારો દ્વારા ગુજરાત ગેસના વિકલ્પ તરીકે હાલમાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને ગેસની માંગમાં છેલ્લા ઘણા સમયથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે એટ્લે જ તો અગાઉ ગેસના ભાવ ઇન્ટર નેશનલ માર્કેટમાં ઊંચા હતા તો પણ ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તો પણ નેચરલ ગેસની માંગમાં વધારો થયેલ નથી અને ક્રમશઃ મોરબીના ગુજરાત ગેસનો ઉપયોગ ઘટી રહ્યો છે અને આજની તારીખે મોરબીની આસપાસના સિરામિક ઉદ્યોગમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માત્ર ૧૫ લાખ કયુબિક મીટર ગેસનો વપરાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત ગેસ કંપનીની ડિમાન્ડ તળિયે બેસી ગયેલ છે જેથી કરીને સતત ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ઉદ્યોગકારોમાં થતી ચર્ચા મુજબ ગુજરાત ગેસની પાઇપ લાઇનમાં બીજી કંપનીનો ગેસ નાખવા માટેની છૂટ આપવામાં આવી નથી તો પણ અહીના ઉદ્યોગકારોએ જે રીતે કોઠા સૂઝથી અહી વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ શરૂ કર્યો છે તેવી જ રીતે ગેસનો પણ વિકલ્પ શોધી લીધો છે જેથી ગુજરાત ગેસની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ભાવ ઘટડો કરવાની બ્રહ્મ જ્ઞાન કંપનીને લાગી રહયું છે






Latest News