મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ બે યુવાનો રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ બે યુવાનો રાજકોટ ખસેડાયા

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રમેશભાઈ શીવાભાઈ ઇટોદરા નામનો ૩૨ વર્ષનો યુવાન સાદુરકા ગામ અને સાદુરકા ગામના પાટીયા વચ્ચેથી પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો અને અહીંથી તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર શકિતપરા વિસ્તારમાં રહેતા રમેશ શામજીભાઈ સારલા નામના ૧૮ વર્ષના યુવાનને પણ વહેલી સવારે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સિવિલે સારવારમાં લવાયો હતો જોકે અહીં મોરબી સિવિલમાં ટ્રોમા સેન્ટરનો અભાવ હોય તેને રાબેતા મુજબ ત્યાં સારવારમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનું કહેવામાં આવતા રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

બાળક-વૃદ્ધ સારવારમાં

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા સુમિત પ્રહલાદભાઈ દેવીપુજક નામના ૧૦ વર્ષના બાળકને રણછોડનગર પાણીના ટાંકા પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પહોંચતા સુમિતને અહીંની સિવિલે સારવાર માટે લવાયો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના રામઘાટ પાસેના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા સેફુદીનભાઈ અસગરઅલી લાકડાવાલા નામના ૭૮ વર્ષના વૃદ્ધ રામચોકના ઢાળીયા પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતા તેઓને પણ ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.

ફિનાઇલ પી જતા મહિલા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા અવનીબેન મનીષભાઈ અંબારામભાઇ રાણીપા નામની ૨૪ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલની ગોળીઓ પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News