મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી ગટરની ગંદકી દૂર કરવાની માંગ


SHARE







વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી ગટરની ગંદકી દૂર કરવાની માંગ

વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર-૩ માં આવતા મિલ પ્લોટ શેરી નંબર-૧ માં છેલ્લા ઘણા સમયથી ગટરની ગંદકી રોડ રસ્તા ઉપર વહી રહી છે જેની અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ત્યાં ગટરની ગંદકીનો યોગ્ય નિકાલ થાય તેના માટેની કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને સ્થાનિક લોકોને ના છૂટકે ગટરની ગંદકી વચ્ચે રહેવું પડે અને પસાર થવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે ત્યારે વાંકાનેર આમ આદમી પાર્ટીના વિક્રમભાઈએ વાંકાનેરના નાયબ કલેક્ટર તથા પાલિકાના વહીવટદારને લેખિતમાં રજૂઆત કરીને વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારની અંદરથી ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તેના માટેની વ્યવસ્થા કરવા માટેની માંગ કરેલ છે તેમજ શેરીઓમાંથી કચરા અને ગંદકી નિયમિત રીતે ઉપાડવામાં આવે તેના માટે પણ રજૂઆત કરેલ છે જોકે અસરકારક કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય બતાવશે






Latest News