મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ સામેની તૈયારીઓના મૂલ્યાંકન માટે મોકડ્રીલ યોજાઈ


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ સામેની તૈયારીઓના મૂલ્યાંકન માટે મોકડ્રીલ યોજાઈ

ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને રાજ્યભરની હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી મેડિકલ કોલેજના ડીન નિરજ બિશ્વાસ, મોરબી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ.કે.આર. સરડવા, ડૉ. કાલરીયા સહિત આરોગ્ય અધિકારીઓની હાજરીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલ દરમિયાન પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલાએ મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્થિત ઓક્સિજન પ્લાન્ટની તાજેતરની સ્થિતી અને તેની ક્ષમતા, આરટીપીસીઆર લેબ, ઓક્સિજન સહિતના બેડ, વેન્ટિલેર્સની સુવિધા, આઇસોલેશન વોર્ડ તેમજ કોરોના વોર્ડ વગેરેનું સર્વગ્રાહી નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોનાની સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા અગમચેતીના ભાગરૂપે જરૂરી તમામ સુવિધાઓ અને સાધન સામગ્રીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે






Latest News