મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા સોસાયટીના મંદિરે પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાશે


SHARE







મોરબીની વિશ્વકર્મા સોસાયટીના મંદિરે પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે ભજન યોજાશે

મોરબી ૩૦ ઓકટોબર ૨૦૨૨ ના દિવસે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને તેને બ્લેક રવિવાર તરીકે લોકોએ કહે છે અને આ ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજયાં હતા અને આ લોકો તેના પરિવારજનો સાથે ઝૂલતા પુલે ફરવા માટે આવ્યા હતા ત્યારે તેને કાળનો ભેટો થઈ ગયો હતો

જેથી કરીને અકાળે મોતનો કોળિયો બની ગયેલા આ ૧૩૫ લોકોના મોક્ષર્થે માનવ ધર્મના નાતે ઝુલતાપૂલ દુર્ઘટનાની બીજી માસિક પુણ્યતિથી ૩૦ ડિસેમ્બરના રોજ દિવંગત આત્માની શાંતિ અર્થે એવન્યુ પાર્કનું મારુતી સુંદરકાંડ મહિલા મંડળ અને વિશ્વકર્મા સોસાયટી ગોપી મંડળ આયોજીત ભજનનો કાર્યક્રમ વિશ્વકર્મા સોસાયટી મંદિરના મેદાનમાં નીલકંઠ સ્કૂલ સામેની શેરીમાં રવાપર રોડ ખાતે બપોરે ૩ થી ૫ દરમ્યાન રાખેલ છે જેમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવવા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News