મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીઓનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીઓનો જામીન ઉપર છુટકારો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ કામના ફરીયાદીએ ફ૨ીયાદ આપેલ કે આ કામના ફરીયાદી તથા સાહેદ દુકાન પાસે ઉભા હોય ત્યારે આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદીને છરી વતી ઈજા કરેલ બાદમાં ફરીયાદી ઘરે જતા રહેતા આ કામના આરોપીઓ ફરીયાદીના ઘરે જઈ લોખંડના પાઈપ વડે ઈજા કરી ઢીકા પાટુનો માર મારી ગાળોઆપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાનો ગુનો કરેલ હોવાની ફરીયાદી કરતા ઉપરોક્ત ફ૨ીયાદ ૫૨થી મોરબી બી ડીવી પોલીસે આરોપી વીરુધ્ધ કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ વીગેરે મુજબનો ગુનો નોંધ્યો હતો.

આરોપીઓ તરફે જાણીતા એડ. દિલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા અરજી દાખલ કરેલ અને દલીલ કરીને જણાવેલ કે આરોપીઓએ આવો કોઈ ગુનો કરેલ નથી કયાંય નાશીભાગી જાય તેમ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ ક૨ીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભી૨તા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દિલીપ અગેચાણીયાની દલીલોને માન્ય રાખીને આરોપી મનસુખ હનાભાઈ ચાવડા, હકા હનાભાઈ ચાવડા, મનીષાબેન હનાભાઈ ચાવડા, કુસુમબેન હનાભાઈ ચાવડાને જામીન પર છોડવાનો હુકમ કરેલ.આ કામમાં આરોપી તરફે મોરબી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, મનીષા સોલંકી, દીવ્યા સીતાપરા, ડીમ્પલ રૂપાલા રોકાયેલા હતા.






Latest News