મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન કરાયું


SHARE







મોરબીના ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન કરાયું

વિદ્યાર્થીમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી પ્રત્યે જાગૃતતા આવે તે માટે સરકાર અને જુદીજુદી સંસ્થાઓ કામ કરી જ રહી છે ત્યારે મોરબીમાં આવેલ ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેકફેસ્ટ’ ૨૨ (વિજ્ઞાનમેળા)નું જિલ્લા સ્તરીય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસને મહત્વ આપે છે અને વિદ્યાર્થીમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી પ્રત્યે જાગૃતતા પ્રેરાય તે માટે સતત કાર્યરત છે. જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા STEM એક્ટિવિટીને લગતા પ્રોજેકટ તેમજ બાળકોને ટ્રેનીંગ આપવામાં આવે છે જે અંતર્ગત તા. ૩૧/૧૨/૨૦૨૨ ને શનિવારના રોજ ટેફેસ્ટ૨૨ (વિજ્ઞાનમેળો) નું આયોજન કરેલ છે ત્યારે ટેકફેસ્ટ૨૨ માં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ પ્રદર્શન નિહાળવા માટે મોરબીની જાહેર જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે આ ટેફેસ્ટ૨૨ માં ભાગ લેનાર તમામ વ્યક્તિને સર્ટિફિકેટ તેમજ વિજેતા ટીમને ટેફેસ્ટ૨૨ એવોર્ડ આપવામાં આવશે. આ ટેકફેસ્ટ ૨૨ માં પ્રાથમિકમાધ્યમિકઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજના વિધાર્થીઓ ભાગ લઇ શકશે જે ટીમના ઇનોવેટિવ આઇડિયા હશે તે ટીમને પ્રોજેકટ મોડેલ તેમજ પેટન્ટ સુધી સેન્ટર દ્વારા મદદ કરવામાં આવશે. આ ટેફેસ્ટ૨૨ માટેની વધુ માહિતી માટે મો. ૭૯૮૪૩ ૭૮૧૨૮ પર સંપર્ક કરવા જણાવ્યુ છે  અને https://forms.gle/Mwnh8C6k9EHq2Bgd7 આ લિન્ક દ્વારા પણ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવી શકે છે






Latest News