મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ૧.૨૦ લાખની સહાય અપાશે


SHARE







મોરબી જીલ્લામાં સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ૧.૨૦ લાખની સહાય અપાશે

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્રારારાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંક્ના પાકા આવાસો બનાવવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે.આ યોજના નો લાભ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે. જેમા કોઈ આવકમર્યાદા લાગુ પડશે નહી. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંક્ના પાકા આવાસો બનાવવા માટે સરકારના નિયમોને આધિન વ્યકિગત રૂ. ૧,૨૦,૦૦૦/-(એક લાખ વીસ હજાર)ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર થાય છે.

આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી. વધુ માહિતી માટે જિલ્લા મેનેજરગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામકઅનુસૂચિત જાતિ કલ્યાણજિલ્લા સેવા સદનસો ઓરડી રૂમ નં૪૬ & ૪૭મોરબીફોન નં. ૦૨૮૨૨૨-૪૨૨૨૪ નો સંપર્ક કરવા જિલ્લા મેનેજરગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામકઅનુસૂચિત જાતિ કલ્યાણની યાદીમાં જણાવાયું છે






Latest News