મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

હળવદના નવા દેવડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત


SHARE











હળવદના નવા દેવડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત

હળવદ તાલુકાના નવા દેવડીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી મૂળ છોટાઉદેપુરની રહેવાસી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુરના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં જામભા મેઘુભા પરમારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સરસ્વતીબેન અર્જુનભાઈ ભીલ (ઉંમર ૪૨) વાડીએ હતા ત્યારે તેઓએ ખળમાં નાખવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું હાલમાં આ બનાવની અર્જુનભાઈ ભીલ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બીમારી સબબ મોત

વાંકાનેરની ભાટિયા સોસાયટી ચંદ્રપુર હોન્ડાના શોરૂમની પાછળના ભાગમાં રહેતા શક્તિસિંહ હરેન્દ્રસિંહ જાડેજા (ઉંમર ૫૧) ને શ્વાસ, હૃદય અને ડાયાબિટીસની બીમારી હોય તેઓને વાંકાનેરથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું હતું જેથી બીમારી સબબ તેઓનું મૃત્યુ થયેલ હોય આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News