મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા નજીક ગોડાઉનમાંથી ૮.૧૬ લાખની કિંમતના જીરાના ૬૮ કટ્ટાની ચોરી


SHARE







ટંકારા નજીક ગોડાઉનમાંથી ૮.૧૬ લાખની કિંમતના જીરાના ૬૮ કટ્ટાની ચોરી

ટંકારા નજીક આવેલ ગોડાઉનમાં મૂકવામાં આવેલ જીરાના જથ્થામાંથી ૬૮ કટ્ટા (કોથળા)ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૮.૧૬ લાખનું જીરું તથા એક વજન કાંટો આમ કુલ મળીને ૮.૨૧ લાખના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં શિવધારા રેસીડેન્સી ખાતે રહેતા અને ટંકારા નજીક તિરૂપતિ એન્ટરપ્રાઇઝ નામનું ગોડાઉન ધરાવતા પ્રવીણભાઈ મોહનભાઈ અણદાણી જાતે પટેલ (ઉંમર ૫૭)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૫/૧૧ ના રોજ રાત્રિના ૯:૩૦ થી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે તિરૂપતિ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં તસ્કરોએ ગોડાઉનનું સટર તોડીને તેમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ગોડાઉનમાં રાખવામાં આવેલ જીરાના જથ્થામાંથી જીરાના કટ્ટાની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૮.૧૬ લાખ રૂપિયાની કિંમતનું જીરું તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતનો વજન કાંટો આમ કુલ મળીને ૮.૨૧ લાખના મુદ્દામાલની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના આધારે ટંકારા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા વાઘજીભાઈ બેચરભાઈ બાવરવા (ઉમર ૯૨) ને પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News