બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે મજૂરી કામે સાથે ન જતાં યુવાન સહિત ત્રણ વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો


SHARE









હળવદના રાણેકપર ગામે મજૂરી કામે સાથે ન જતાં યુવાન સહિત ત્રણ વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના રાણેકપર ગામે મજૂરી કામમાં સાથે નહીં જતા તે બાબતનું મનદુખ રાખીને યુવાન અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓને ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ વ્યક્તિએ સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા મહેશભાઈ ધીરુભાઈ બહાલીયા જાતે કોળી (૨૦) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ વાઘજીભાઈ, મેહુલભાઈ વાઘજીભાઈ, નાથાભાઈ વાઘજીભાઈ અને વાઘજીભાઈ રહે બધા ગોલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના ભાઈ વિક્રમભાઈ આરોપીઓ સાથે મજૂરી કામ કરતા હોય કામ કરવા નહીં જતા તે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેના ભાઈ સાથે બોલાચાલી કરી હતી અને હાથાપાઈ કરી હતી તેમજ તેના મોટર સાયકલને પાછળથી લોખંડનો પાઇપ મારીને તેમજ ઈકો કારથી ઠોકર મારીને ફરિયાદી તેના ભાઈ વિક્રમ અને સાહેદ નવઘણભાઈને જમીન ઉપર પછાડી દીધા હતા જેથી ફરિયાદી સહિત ત્રણેયને ઇજાઓ થઈ હતી જેમાં ફરીયાદીના ભાઈ વિક્રમને હોઠ ઉપર અને માથાના ભાગે ઇજાઓ થઈ હોવાથી તેને ટાંકા આવ્યા હતા સારવાર લીધા બાદ હાલમાં મહેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ  દારૂ

મોરબીના નવા ડેલા રોડ ઉપર રાવળશેરી પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ સાથે કિશનભાઇ ઉર્ફે બીન ભીખાભાઈ મેવાડા જાતે રાવળદેવ (ઉંમર ૨૩) રહે રાવળ શેરી નવા રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News