વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ 
Breaking news
Morbi Today

વાંકાનેરના ભીમગુડા ગામે યુવતીએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના ભીમગુડા ગામે યુવતીએ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રહેતા પરિવારની યુવતીએ પોતાના ઘરે એકલી હતી ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે વાંકાનેરની સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રહેતા રમેશભાઈ સારલાની દીકરી કોમલબેન (ઉંમર ૧૯) પોતાના ઘરે ગઈકાલે એકલી હતી ત્યારે બપોરના સમયગાળા દરમિયાન કોઈ કારણોસર તેને પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવતીને તેનો ભાઈ તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને યુવતીને મૃત જાહેર કરી હતી જેથી કરીને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરે છે

દેશી દારૂ આથો

હળવદ તાલુકાના ચૂંપણી ગામે જીઇબીની પાછળના ભાગમાં સીમ વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઝૂંપડા પાછળથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસને ૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ તેજાભાઈ ધીરુભાઈ વાઘેલીયા જાતે દેવીપુજક રહે, ચુંપણી વાળાનો હોવાનું સામે આવ્યું હતું અને આ ઉપરાંત દારૂની બીજી રેડ ત્યાં જ કરવામાં આવી હતી ત્યારે ત્યાં ઝૂંપડા પાસેથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૫૦ લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ વિરમભાઈ ભલાભાઇ વાઘેલા જાતે દેવીપુજક રહે ચૂંપણીવાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News