મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

સંવેદના: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે ભાદરવી પૂનમે મોરારીબાપુની રામકથા યોજાશે


SHARE







સંવેદના: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓના મોક્ષર્થે ભાદરવી પૂનમે મોરારીબાપુની રામકથા યોજાશે

મોરબી ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્ર્મ યોજાયો હતો ત્યારે કથાકાર મોરારીબાપુએ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતના  મોક્ષર્થે કથા આપવાની જાહેરાત કરી હતી અને આગામી તા.૩૦ સપ્ટેમ્બરને ભાદરવી પૂનમથી તા ૮ ઓક્ટોમ્બર સુધી મોરબીમાં કબીર આશ્રમની સામેના ભાગમાં મોરારીબાપુની રામકથા યોજાશે.

ગત તા ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ લોકોનો મોત નિપજ્યાં હતા જેથી કરીને આ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કબીર આશ્રમ પાસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સંતો મહંતો આવ્યા હતા ત્યારે રામ કથાકાર મોરારીબાપુએ  મોરબીમાં દિવંગતના  મોક્ષર્થે કથા આપવાની જાહેરાત કરી હતી આ દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ મોરબીમાં કથા યોજાશે હાલમાં કબીર આશ્રમના સંત શિવરામદાસ બાપુએ જણાવ્યું છે કે, મોરારીબાપુએ આગામી તા. ૩૦ સપ્ટેમ્બર એટલે કે ભાદરવી પૂનમે મોરબીના કબીર આશ્રમ સામેના મેદાનમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષર્થે રામકથા આપી છે જેથી કરીને તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે






Latest News