મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામેથી ગુમ થયેલ બાળક મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી મળ્યો


SHARE







મોરબીના ઘૂટું ગામેથી ગુમ થયેલ બાળક મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી મળ્યો

મોરબીના ઘૂટું ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસેથી બાળકનું કોઈ અજાણ્ય શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે તેવી ફરિયાદ ભોગ બનેલા બાળકના ફૈબાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને બાળકને શોધવા માટે થઈને કવાયત શરૂ કરેલ હતી અને ગુમ થયેલ બાળક મધ્યપ્રદેશના ઈન્દોરમાં તેના દાદા દાદી પાસે પહોચી ગયો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસની ટીમ હાલમાં તે બાળકને લેવા માટે રવાના થયેલ છે

મૂળ જીવાપર ગામના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા લીલાબેન પિયુષભાઈ કાલરીયા જાતે પટેલ (૨૯)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૩/૧૧ ના બપોરના બે વાગ્યાના અરસામાં ઘુટુ ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાએ તેનો ભત્રીજો મુકેશ (૧૩) ગયો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સે તેનું અપહરણ કરેલ છે અને આ બાળકનો તા ૨૫ ના સાંજના ૭ વાગ્યા સુધી કોઈ જગ્યાએથી ન લાગતાં બાળકના અપહરણની ફરિયાદ ગુમ થયેલા બાળકના ફૈબા લીલાબેન પિયુષભાઈ કાલરીયાએ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને બાળકને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ બાળક મધ્યપ્રદેશના ઈન્દોરમાં તેના દાદા દાદી પાસે પહોચી ગયો હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. વાળા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, બાળક તેના દાદા દાદી પાસે મધ્યપ્રદેશના ઈન્દોરમાં હેમખેમ પહોચી ગયો છે જેથી કરીને તે બાળકને લેવા માટે મોરબી તાલુકા પોલીસની ટીમ હાલમાં મોરબીથી લેવા માટે રવાના થયેલ છે






Latest News