મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષ પાસેથી બાઈકની ચોરી


SHARE











મોરબીના રવાપર રોડે સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષ પાસેથી બાઈકની ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષ પાસે પાર્ક કરવામાં આવેલ બાઇકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે ઉમિયા નગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ મોહનભાઈ ગરચર જાતે બોરીચા (ઉંમર ૩૨) એ અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના રવાપર રોડ ઉપર સીસી પડદા વાળી શેરીમાં આવેલ સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષ પાસે તેણે પોતાનું બાઈક નં. જીજે ૩ એફસી ૬૮૬૯ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૨૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને નિલેશભાઈ ગરચરની ફરિયાદ લઈને પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વૃદ્ધનું મોત

મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ જોન્સનગરમાં રહેતા અનિલકુમાર નાયકસિંહ પંડિત (ઉંમર ૬૪) નું રાજકોટની વોકાર્ડ હોસ્પિટલમાં બીમારી સબબ ઓપરેશન કરાવ્યા બાદ તેને બેભાન હાલતમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારે ચાલુ સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News