ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો વાંકાનેરના જુના લાલપર ગામે ઘર પાસેથી ઓટો રીક્ષા ની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે થયેલ મારામારીના એક તરફના નવ હુમલાખોરોની ધરપકડ


SHARE











મોરબીના શનાળા ગામે થયેલ મારામારીના એક તરફના નવ હુમલાખોરોની ધરપકડ

મોરબીના શનાળા ગામે કાર ધીમી કરવા બ્રેક મારતા ધૂળની ડમરી ઉડી હતી જેથી કરીને ત્યાં બેઠેલા શખ્સોએ ગાળો આપીને બોલાચાલી ઝઘડો કર્યો હતો.જેથી બંને પક્ષેથી સામસામે મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે પૈકી એક પક્ષના નવ હુમલાખોરોની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીના શનાળા ગામે ઇન્દિરા આવાસ યોજના નવા પ્લોટમાં મુરલીધર હોટલની પાછળ રહેતા મહેશભાઈ બાબુભાઈ સોલંકી (ઉમર ૪૫) એ આગલા દિવસે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ જેમાં તેને જણાવ્યું છે કે તેમનો દીકરો નીતિન તેના મિત્ર સાથે કાર લઈને ઘર બાજુ આવતો હતો ત્યારે તેણે પોતાની કાર વણાંકમાં ધીમી કરવા માટે થઈને બ્રેક મારી હતી અને ત્યારે ધૂળની ડમરી ઉડતા સંજય ઉર્ફે ગોવિંદે તેને ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી જેથી કરીને ફરિયાદી મહેશભાઈના દીકરા નીતિનભાઈ અને રાહુલે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે રાહુલને છરી તેમજ લાકડી વડે માર માર્યો હતો તેમજ ફરિયાદીના માતા-પિતા અને પત્નીને પણ આરોપીઓએ છરી, ધારિયા અને લાકડી વડે માર મારતા ઇજાગ્રસ્તોને સારવારમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ મહેશભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઇ વાઘેલા, સંજય ઉર્ફે ગોવિંદ મનસુખભાઈ વાઘેલા (૨૨), નિતીન ઉર્ફે લાલો ધનજીભાઈ સોલંકી (૨૭), પંકજ પ્રેમજીભાઈ વાઘેલા (૨૦), મયુર પ્રેમજીભાઈ વાઘેલા (૧૮), પ્રકાશ ઉર્ફે કાળો મનસુખભાઈ વાઘેલા ૧૮), મનોજ ધનજીભાઈ સોલંકી (૨૧), બીપીન ગણેશભાઈ સોલંકી (૧૯) તેમજ કમલેશ હરિભાઈ વાઘેલા (૨૪) રહે. બધા શકત શનાળા મોરબી વાળાઓની મારામારી સબબ રાયોટીંગ સહીતની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ પાસે.જોન્સનગર વિસ્તારમાં રહેતા સિકંદર અલાઉદીન કટિયા જાતે મિંયાણા નામના ૨૯ વર્ષના યુવાને મોરબીના જેલ રોડ ઉપર આવેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક રોડ ઉપર એસીડ પી લીધું હતું જેથી કરીને તેને અત્રે મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડાએ પ્રાથમિક તપાસ કરતા ખુલ્યું હતું કે પત્ની સાથે થયેલ ઝઘડા અને બોલાચાલીનું લાગી આવતાં તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..! જ્યારે મોરબીના ટંકારામાં આવેલ લજાઇ ચોકડીએ ધાર્મિ રોટોપ્રિન્ટ નામના યુનિટમાં રહીને મજૂરી કામ કરતા રશ્મિબેન સનીભાઈ યાદવ નામની ૨૨ વર્ષીય પરપ્રાંતિય મહિલાએ એસિડ પી લેતા તેણીને પણ અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. તેણીનો લગ્નગાળો ચાર વર્ષનો હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News