મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બોઝના જન્મદિવસ તથા પુણ્યતિથી અનુસંધાને કેટેગરી મુજબ સ્પર્ધાનું આયોજન


SHARE











મોરબીમાં વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બોઝના જન્મદિવસ તથા પુણ્યતિથી અનુસંધાને કેટેગરી મુજબ સ્પર્ધાનું આયોજન

ભારતીય મહાન વૈજ્ઞાનિક સર જગદિશચંદ્ર બોઝ જન્મદિવસ ૩૦ નવેમ્બર તથા પુણ્યતિથી ૨૩ નવેમ્બરનાં અનુસંધાને કેટેગરી મુજબ સ્પર્ધકોએ પ્રથમ સત્રનાં અભ્યાસક્રમમાંથી આવડતો કોઈપણ એક પ્રયોગ સમજાવતો વિડીયો બનાવી મોકલીને સ્પર્ધામાં ભાગ લેવા આહવાન કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક ડૉ. જગદીશચંદ્ર બોઝ કે જેઓ રેડિયો વિજ્ઞાનનાં પિતામહ રેડીયો તથા સૂક્ષ્મ તરંગો ઉપરાંત વનસ્પતિમાં પણ જીવન છે તે સાબિત કર્યું તેમની જન્મજયંતી અને પુણ્યતિથી નિમિતે વૈજ્ઞાનિક પ્રયોગ-સિધ્ધાંત સમજાવવા અંગે સ્પર્ધાનું આયોજન કરાયું છે.મહાન વૈજ્ઞાનિક ડૉ.જગદીશચંદ્ર બોઝનાં જન્મ તા.૩૦ નવેમ્બર પુણ્યતિથિ તા.૨૩ નવેમ્બરનાં અનુસંધાને કેટેગરી મુજબ સ્પર્ધકોએ પ્રથમ સત્રનાં અભ્યાસક્રમમાંથી સ્પર્ધકને આવડતો કોઈપણ એક વૈજ્ઞાનિક પ્રયોગ ડ્રોઈંગ સીટમાં દોરી તે પ્રયોગ સમજાવતો વિડીયો બનાવી ભાગ લઈ શકશો.આવડતો હોય તે કોઈપણ એક વૈજ્ઞાનિક પ્રયોગ સમજાવો સ્પર્ધામાં ભાગ લેવા કેટેગરી જાણવા તેમજ ભાગ લેવા છેલ્લી તા.૨૩-૧૧ રાત્રે નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઈપણ એક વૉટ્સેપ નંબર ઉપર વોટસેપ મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News