મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના ઉમિયાનગરમાં ટ્રેક્ટરમાંથી પડતા માથામાં થયેલ ગંભીર ઇજાથી આધેડનું મોત


SHARE







ટંકારાના ઉમિયાનગરમાં ટ્રેક્ટરમાંથી પડતા માથામાં થયેલ ગંભીર ઇજાથી આધેડનું મોત

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ઉમિયાનગર ગામે રહેતા આધેડ ટ્રેક્ટરમાં બેસીને જતા હતા ત્યારે અચાનક કુતરૂ આડુ ઉતરતા ટ્રેકટરની બ્રેક મારતા અને રસ્તો ખરાબ હોવાના લીધે રોદો આવતા ટ્રેક્ટરમાંથી આધેડ નીચે પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેમનુ મોત નીપજત્તા ડેડબોડી પીએમ માટે મોરબી ખસેડવામા આવ્યુ હતુ જેથી બનાવને પગલે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારાના ઉમિયાનગર ગામના રહેવાસી રમેશભાઈ સવજીભાઈ બોરસણીયા જાતે પટેલ નામના ૫૨ વર્ષીય અધેડને માથાના ભાગે ઇજાગ્રાસ્ત હાલતમાં બેભાન હોય મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના તબીબે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને બાદમાં એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા અને રાઈટર સંજયભાઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં તેમના જણાવ્યા મુજબ રમેશભાઈ સવજીભાઈ બોરસણીયા નામના ૫૨ વર્ષીય પટેલ આધેડ ગામમાં ટ્રેક્ટરમાં બેસીને જતા હતા ત્યારે ટ્રેક્ટરની આડે અચાનક કૂતરું આડું ઉતરતા ટ્રેક્ટરમાં બ્રેક મારવામાં આવી હતી અને રસ્તો ખરાબ હોય રોદો આવતા તેઓ ટ્રેક્ટરમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને માથાના ભાગે ઇજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે આગળની તપાસ અર્થે ટંકારા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના દરબારગઢ પાસે આવેલ નાની બજારમાં રહેતા મોઇઝભાઈ તૈયબઅલી કોલંબા નામના ૨૫ વર્ષીય યુવાનને મોરબીના પાડાપુલ નીચે આવેલા બેઠાપુલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જેથી બી ડિવિજન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના વીસીપરા પાસે આવેલા રોહીદાસપરામાં રહેતા શામજીભાઈ હિરજીભાઈ બળધા નામના ૬૨ વર્ષના વૃદ્ધને ઘરે પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેમને પણ સિવિલે સારવાર માટે ખસેડાયા હતા. તેમજ મોરબીના ભડીયાદ ગામે રામાપીરના ઢોળા પાસે રહેતા જયશ્રીબેન પ્રવીણભાઈ સાગઠીયા નામની ૩૬ વર્ષની મહિલાએ ફિનાઈલ પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકામાં આવેલા કોઇબા ગામે રહેતા અને વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા ધનસુખ લગનભાઈ ભીલ નામના ૩૦ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને હળવદ પોલીસને બનાવની જાણ કરી હતી.






Latest News