મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

આજે યોગી આદિત્યનાથ, ભુપેન્દ્ર પટેલ અને શિવરાજસિંહ ચૌહાણ મોરબી જિલ્લામાં ચૂંટણી સભા ગજવશે


SHARE







આજે યોગી આદિત્યનાથ, ભુપેન્દ્ર પટેલ અને શિવરાજસિંહ ચૌહાણ મોરબી જિલ્લામાં ચૂંટણી સભા ગજવશે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો આવે છે અને આ ત્રણેય બેઠકો ભાજપ અંકે કરવા માટે થઈને હાલમાં જનસંપર્ક કરીને મતદારોને રિજવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તેની સાથોસાથ ભાજપના સ્ટાર પ્રચારકોને ફોજને આજે મોરબી જીલ્લામાં ઉતારવામાં આવી છે અને મોરબી જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાઓ ઉપર ગુજરાત, યુપી અને એમપી ના સીએમ એક જ દિવસે સભાઓ ગજવશે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે અને આ ત્રણેય ત્રણેય બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠે તેના માટે થઈને ભાજપ દ્વારા જનસંપર્ક કરીને મતદારોને રિજવવા માટેના બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સ્થાનિક આગેવાનો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોને અંકે કરવા માટે થઈને ભાજપના સ્ટાર પ્રચારકોની ફોજને આજે મોરબી જિલ્લામાં ઉતારવામાં આવી છે અને એક જ દિવસે દેશના ત્રણ રાજ્યના સીએમ મોરબી જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ ચૂંટણી સભા ગજવશે

ટંકારા પડધરી બેઠકના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા માટે રવાપર ગામે બહુચરાજી મંદિર સામેના ભાગમાં આવેલ મેદાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે મોરબી માળિયા વિધાનસભા બેઠકને ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે શહેરના સનાળા રોડ ઉપર આવેલ રત્નકલાના ગ્રાઉન્ડમાં એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે તેવી જ રીતે વાંકાનેર કુવાડવા બેઠકના ઉમેદવાર જીતુભાઈ સોમાણી માટે હિન્દુત્વના બ્રાન્ડ આઇકોન અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સવારે ૧૨ વાગ્યે કિરણ સીરામીકના ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને સંબોધન કરવાના છે






Latest News