મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી માળીયા બેઠકમાં સૌથી વધુ ૧૭ સહિત જિલ્લાની ત્રણ બેઠક માટે ૩૫ મુરતિયા ચૂંટણીના મેદાનમાં


SHARE







મોરબી માળીયા બેઠકમાં સૌથી વધુ ૧૭ સહિત જિલ્લાની ત્રણ બેઠક માટે ૩૫ મુરતિયા ચૂંટણીના મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જીલ્લામાં કુલ મળીને ૮૦ આગેવાનો દ્વારા તેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની મંગળવારે ચકાસણી કરવામાં આવી હતી ત્યએ મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી ૩૦ ફોર્મ રદ કરવામાં આવેલ હતા ત્યાર બાદ જે ઉમેદવારોના ફોમ બાકી હતા તેમાંથી અત્યાર સુધીમાં ૧૫ ફોમ પરત ખેચવામાં આવેલ છે જેથી કરીને હજુ પણ જિલ્લાની ત્રણ બેઠક માટે ૩૫ ઉમેદવારો મેદાનમાં છે જેમાં સૌથી વધુ ઉમેદવારો મોરબી માળીયા બેઠક ઉપર છે

મોરબી જિલ્લાની મોરબી માળિયાટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો તેમજ અન્ય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૩૬વાકાનેર કુવાડવા બેઠક માટે ૨૬ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૮ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૧૦વાકાનેર કુવાડવા બેઠક માટે ૯ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૦ ઉમેદવારી પત્રોને રદ કરવામાં આવેલ હતા

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી કાંતિલાલ અમૃતિયાકોંગ્રેસમાંથી જંયતિભાઇ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી પંકજ રાણસરિયા મેદાનમાં છે ટંકારા પડધરી બેઠક માટે ભાજપમાંથી દુર્લભજીભાઈ દેથરીયાકોંગ્રેસમાંથી લલીતભાઈ કગથરા અને આમ આદમી પાર્ટીમાંથી સંજયભાઈ ભટાસણા ચૂંટણી લડી રહ્યા છે અને વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપમાંથી જીતુભાઈ સોમાણીકોંગ્રેસમાંથી મહમદ જાવેદ પીરજાદા અને આમ આદમી પાર્ટીમાંથી વિક્રમ સોરાણી મેદાનમાં છે

તેના સહિત ત્રણ બેઠક માટે કુલ ૫૦ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૨૬વાકાનેર કુવાડવા બેઠક માટે ૧૭ અને ટંકારા પડધરી બેઠક માટે ૭ ઉમેદવાર હજુ પણ ચૂંટણીનાં જંગમાં હતા અને તા ૧૭ ના રોજ ઉમેદવારોમાંથી ઉમેદવારી પત્રો ખેચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી ૯વાકાનેર કુવાડવા બેઠક ઉપરથી બે દિવસમાં ૪ અને ટંકારા પડધરી બેઠક ઉપરથી બે ઉમેદવારે તેમાં ફોમ પાછા ખેચી લીધેલ છે જેથી કરીને મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૧૭વાકાનેર કુવાડવા બેઠક માટે ૧૩ અને ટંકારા પડધરી બેઠક માટે ૫ ઉમેદવાર મેદાનમાં છે અને મોરબી માળીયામાં સૌથી વધુ ૧૭ ઉમેદવારો મેદાનમા  હોવાથી બે બેલેટ યુનિટ મૂકવા પડશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે






Latest News