મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ બેઠક ઉપરથી કુલ ૩૧ ફોમ રદ, ૪૯ મુરતિય હજુ પણ ચૂંટણીના મેદાનમાં


SHARE











મોરબી જિલ્લાની ત્રણ બેઠક ઉપરથી કુલ ૩૧ ફોમ રદ, ૪૯ મુરતિય હજુ પણ ચૂંટણીના મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જીલ્લામાં કુલ મળીને 80 આગેવાનો દ્વારા તેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની મંગળવારે ચકાસણી કરવામાં આવી હતી ત્યએ મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી ૩૧ ફોર્મ રદ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાની મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો તેમજ અન્ય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૩૬, વાકાનેર કુવાડવા બેઠક માટે ૨૬ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૮ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૧૦, વાકાનેર કુવાડવા બેઠક માટે ૭ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૦ ઉમેદવારી પત્રોને રદ કરવામાં આવેલ છે જેમાં કેટલાકના ડબલ ઉમેદવારી પત્રો હતા અને વાંકાનેરમાં એક ઉમેદવારની ઉમર ૨૫ વર્ષ ન થયેલ હોવાથી તેનું ફોમ રદ કર્યું છે તેમજ ડમી ઉમેદવારોના ફોમ પણ રદ કરાયેલ છે

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી કાંતિલાલ અમૃતિયા, કોંગ્રેસમાંથી જંયતિભાઇ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી પંકજ રાણસરિયા મેદાનમાં છે ટંકારા પડધરી બેઠક માટે ભાજપમાંથી દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસમાંથી લલીતભાઈ કગથરા અને આમ આદમી પાર્ટીમાંથી સંજયભાઈ ભટાસણા ચૂંટણી લડી રહ્યા છે અને વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપમાંથી જીતુભાઈ સોમાણી, કોંગ્રેસમાંથી મહમદ જાવેદ પીરજાદા અને આમ આદમી પાર્ટીમાંથી વિક્રમ સોરાણી મેદાનમાં છે તેના સહિત કુલ ૪૯ ઉમેદવારો મેદાનમાં છે જો બેઠક વાઇઝ આંકડા ઉપર નજર કરીએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૨૬, વાકાનેર કુવાડવા બેઠક માટે ૧૯ અને ટંકારા પડધરી બેઠક માટે ૮ ઉમેદવાહજુ પણ ચૂંટણીનાં જંગમાં છે અને તા ૧૭ ના રોજ બાકી રહેલા ઉમેદવારોમાંથી કેટલા ફોમ પાર્ટ ખેચવામાં આવે છે તે નક્કી થયા પછી ત્રણેય બેઠકો માટે ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી






Latest News