મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હાઇકોર્ટે મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કરેલ સુઓમોટોમાં ૧૪ મીએ સુનાવણી: નવાજૂનીના એંધાણ


SHARE







હાઇકોર્ટે મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કરેલ સુઓમોટોમાં ૧૪ મીએ સુનાવણી: નવાજૂનીના એંધાણ.

મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની હોનારતમાં હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી હતી અને આજે ૧૪ દિવસ જેટલો સમય થઈ ગયો છે. તો પણ હજુ મુખ્ય આરોપી કોણ ?, કોની હતી બેદરકારી ?, પાલિકાની શું ભૂમિકા ? તે સહિતના અનેક સવાલો ઊભા છે ત્યારે  હાઈકોર્ટે કરેલ સુઓમોટોમાં ૧૦ દિવસમાં સરકારે આ ઘટનામાં શું પગલાં લીધા તેનો રિપોર્ટ ફાઈલ કરવાનું કહ્યું છે અને આગમી સોમવાર તારીખ ૧૪ મી નવેમ્બરે તેની સુનાવણી છે જેથી કરીને ત્યારે નવાજૂની થાય તેવી શક્યતા દેખાઈ રહી છે


મોરબીમાં ૩૦ ઓક્ટોમ્બરે સાંજના સમયે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જે હોનારતમાં ૫૦ જેટલા બાળકો સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી અને રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચ વગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાનો આદેશ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અગાઉ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો દાખલ કરી હતી અને સરકારને નોટિસ આપીને કામગીરીનો રિપોર્ટ માંગ્યો હતો

મોરબીમાં ઝૂલતો પુલ તા ૩૦ ને રવિવારની સાંજે ધરાશાયી થયાની દુર્ઘટનામાં ૧૩૫ લોકોનાં મોત થયાં હતા. આ દુર્ઘટનામાં ત્રણ દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. અને તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મોરબી આવ્યા હતા અને મોરબીમાં પુલા હોનારતના ઇજાગ્રસ્તો તેમજ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળ્યા હતા જો કે, આજની તારીખે પણ આ ઘટનામાં હજુ પણ મુખ્ય આરોપી કોણ ?, કોની હતી બેદરકારી ?, પાલિકાની શું ભૂમિકા ? તે સહિતના અનેક સવાલો ઊભા છે ત્યારે સોમવારે હાઇકોર્ટમાં નવા જૂની થાય તેવી શ્કયતા છે






Latest News