મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામેથી બહેનના ઘરે આંટો દેવા જવાની પતિએ ના કહેતા એસિડ પી ગયેલ પરિણીતાનું મોત.


SHARE







મોરબીના મકનસર ગામેથી બહેનના ઘરે આંટો દેવા જવાની પતિએ ના કહેતા એસિડ પી ગયેલ પરિણીતાનું મોત.

મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ સીતારામનગર ખાતે રહેતી પરણીતાને તેના બહેનના ઘરે આંટો દેવા જવાની પતિએ ના પડી હતી જેથી કરીને પરણીતાને લાગી આવ્યું હતું અને તે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરણીતાનું મોત નીપજ્યું છે જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ ખાતે સીતારામનગરમાં રહેતા દિલીપભાઈ કનુભાઈ ચૌહાણના પત્ની રાધિકાબેન ઉર્ફે આરતીબેન ચૌહાણ (૨૫) એ પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન રાધિકાબેનનું મોત નિપજ્યું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાને તેના બહેનના ઘરે આટો દેવા માટે જવું હતું અને તેના પતિએ તેને ના પાડી હતી જેથી કરીને તેને લાગી આવતાં રાધિકાબેને એસિડ પી લીધું હતું અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

મહિલાનું મોત

વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા લાભુબેન ભુપતભાઈ વિંઝવાડીયા (૫૦) ને બેભાન હાલતમાં તેના પતિ ભુપતભાઈ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News