વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં રામ રાજ બને, રાવણ રાજ ન બને તેવી ભગવાનને પ્રાર્થના કરતાં કાંતિભાઈ અમૃતિયા: વિજય યજ્ઞ યોજાયો


SHARE











મોરબીમાં રામ રાજ બને, રાવણ રાજ ન બને તેવી ભગવાનને પ્રાર્થના કરતાં કાંતિભાઈ અમૃતિયા: વિજય યજ્ઞ યોજાયો

મોરબી માળીયા વિધાનસભા બેઠક માટે લોક લાડીલા નેતા અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેથી કરીને તેમના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે અને જે જગ્યાએથી તેઓએ ફરી પાછા મેદાનમાં આવવાનો હુંકાર કર્યો હતો તે પરશુરામ ધામ ખાતે આજે કાંતિભાઈ અમૃતિયાના ભવ્ય વિજય માટે વિજય યજ્ઞનું પરશુરામ ધામના ટ્રસ્ટીઓ સહિતનાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાંતિભાઈ અમૃતિયા સહપરિવાર હાજર રહ્યા હતા અને ભૂદેવોના આશીર્વાદ સાથે જ છે તેમજ ચુંટણીમાં ભવ્ય વિજય નિશ્ચિત છે તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે ગત ઓગસ્ટ માહિનામાં ૨૧ કુંડી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યાએ પ્રથમ વખત મોરબી માળીયાના વર્તમાન ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશભાઇ મેરજા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને બ્રહ્મ સમાજના કામ તેને કર્યા નથી તેવું કહીને કાંતિભાઈ અમૃતિયા જ આગળ આવશે તેવું કહ્યું અને ત્યારે બોલેલા શબ્દો જાણે કે ભૂદેવોના આશીર્વાદ હતા તેવું હાલમાં સાર્થક થયું છે તેવું કહીએ તો તેમાં જરાપણા અતિશયોક્તિ નથી

જે તે સમયે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે રાજકારણમાં ખોટું કરે ત્યારે રૂપિયા મળે છે જો કેમને કુદરતે મારા પરિવારને જોઈએ તેના કરતાં અનેક ગણું વધારે આપ્યું છે અને ૩૫ વર્ષના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા મને ગૃહરાજ્ય મંત્રી બનાવતા હતા તો પણ મારી વિચારધારાને મે છોડી ન હતી અને આજની તારીખે પણ લોકોના કામ કરું છે અને કરતો જ રહીશ. અને ત્યારે બોલ્યા હતા મારે રાજકારણમાં આવવુ ન હતું જો કેલોકોની લાગણીના કારણે હું ફરી પાછો પટ્ટમાં આવીશ અને પહેલા કરતાં વધુ વટ સાથે આવીશ અને તેમણે એવું પણ કહ્યું હતું કેબ્રહ્મ સમાજ દ્વારા ખૂલીને જે ટેકો આપવામાં આવેલ છે તે હું કયારે ભૂલશે નહીં અને મોરબીમાં આજની તારીખે ચાલતી લૂખ્ખગીરી અને ખોટા કામ બંધ કરવા માટે હું ફરી પાછો મેદાનમાં આવ્યો છું અને આજથી જ તેના શ્રી ગણેશ કરી દીધા છે

આજે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, નિરજભાઇ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબી માળીયા બેઠક ઉપરથી કાંતિભાઈ અમૃતિયા જંગી લીડ સાથે વિજય મેળવે તેના માટે વિજય યજ્ઞ યોજવામાં આવ્યો હતો અને ત્યારે યજ્ઞમાં કાંતિભાઈ અમૃતિયા અને તેના પત્ની જ્યોત્સનાબેન સહિતના હાજર રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી

આ તકે મોરબી માળીયા બેઠકના માજી ધારાસભ્ય અને ભાજપના હાલના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતુ કે, મારે રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા ન હતી ત્યારે બ્રહ્મ સમજે મને પરશુરામ ધામ ખાતે બોલાવીને મને આગળ આવવા માટે આહવાન કર્યું હતું જેથી અસત્ય સામે સત્યની લડાઈ છે ત્યારે પરશુરામ દાદા શક્તિ આપે અને ભૂદેવોના આશીર્વાદથી વિજય ભવ તો થવાના જ છીએ પરંતુ મોરબીમાં રામ રાજ બને રાવણ રાજ ન બને તેવી ભગવાનને પ્રાર્થના કરેલ છે






Latest News