મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે ગેસ ચોરી સમયે ટેન્કર, વાહનો, સિલિન્ડર છોડીને ભાગી છુટેલ બે આરોપી પકડાયા : એકની શોધખોળ


SHARE











મોરબીના નાગડાવાસ પાસે ગેસ ચોરી સમયે ટેન્કર, વાહનો, સિલિન્ડર છોડીને ભાગી છુટેલ બે આરોપી પકડાયા : એકની શોધખોળ

મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે સર્વિસ રોડની બાજુમાં આવેલ ખેતરમાં ગેસ કટિંગ કરવામાં આવે છે તેવી બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે ગેરકાયદેસર ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાસ થયો હતો અને પોલીસે ત્યાંથી ૨૯.૯૮  લાખનો મુદામાલ કબ્જે કરી વાહન નંબર સાથે તેના ચાલક સહીત સંડોવાયેલાઓ સામે ગુનો નોંધ્યો હતો.જે બનાવમાં હાલમાં તાલુકા પોલીસ દ્વારા બે ઇશમોની ધરપકડ કરવામાં આવેલ છે અને એકની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પીએસઆઈ વી.જી.જેઠવાને મળેલ બાતમી આધારે તાલુકા પોલીસે થોડા દિવસો પહેેલા નાગડાવાસ ગામના પાટીયા પાસે સર્વિસ રોડની બાજુમાં દેવરાજભાઇ સુખાભાઇ બરારીયાના ખેતરમાં રેડ કરી હતી ત્યારે ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કાઢવાની પ્રક્રિયા ચાલુ હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે રેઇડ કરતા ટેન્કર ચાલક તથા અન્ય ઇસમો રાત્રીના અંધારાનો તથા ખુલ્લા ખેતરનો લાભ લઇ વાહનો મુકી નાસી ગયા હતા જો કે, પોલીસે ટેન્કર નં. જીજે ૧૨ ૨ ૯૮૧૫ માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના સિલીન્ડરો ભરતા હોવાની જોવા મળ્યું હતું જેથી પોલીસે જેતે સમયે રૂા.૨૯,૯૮,૪૭૪ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી ટેન્કર નં. જીજે ૧૨ ઝેડ ૯૮૧૫, મારૂતિ ઓમની કાર નં. જીજે ૩ એવી ૪૭૦૯, ટાટા એન્ટ્રા કાર નં. જીજે ૩ બીડબલ્યુ ૭૩૦૬, મોટર સાયકલ નં. જીજે ૩ એસ ૮૬૧૧ ના ચાલકની સામે ગુનો નોંધવામ આવેલ અને ઉપરોકત વાહનો તેમજ ગેસના ટેંકમાં ભરેલ આશરે ૧૪.૫૨૦ મેટ્રિક ટન કોર્મશીયલ પ્રોપેન ગેસ જેની કિંમત રૂા.૧૦,૩૨,૭૪૭ સહિત પોલીસે કુલ મળીને રૂા.૨૯,૯૮,૪૭૪ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ઉપરોક્ત ગેસ કટીંગ (ચોરી) ના બનાવમાં મોરબી તાલુકા પીએસઆઇ વી.જી.જેઠવા તેમજ રાઇટર ફતેસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા હાલમાં જયેશ દેવાયત બરારીયા જાતે આહીર (ઉમર ૩૧) રહે. ન્યુ નહેરુનગર આહીર ચોક રાજકોટ મૂળ રહે. નાગડાવાસ મોરબી અને આશિષ અશોક ધાંધલ જાતે ખવાસ (ઉમર ૨૭) રહે. મવડી પ્લોટ ચંદ્રેશનગર મેઇન રોડ પાસે માયાણીનગર રાજકોટ વાળાઓની ઉપરકત ગુનામાં કલમ ૪૦૭, ૪૧૧, ૩૦૮, ૨૮૫, ૨૮૬, ૧૧૪ હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોટી વાવડી ગામના જયંતીભાઈ ભગવાનભાઈ ડઢાણીયા નામનો ૩૧ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે મોટી વાવડી અને નાગલપર ગામની વચ્ચે બાઈક સ્લીપ થવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે બેલા ગામના પ્રાણજીવનભાઈ ભાણજીભાઈ ચારોલા નામના ૩૨ વર્ષીય યુવાનને પણ બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવાયો હતો. તેમજ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતો મુનાવર હુસેનઅલી અસગરઅલી બુચડ જાતે મુસ્લિમ નામનો ૧૩ વર્ષીય બાળક ઇકો કારમાં જતો હતો ત્યારે લીલાપર રોડ ઉપર સ્મશાન પાસે તે ઇકો કારમાંથી પડી જતા ઇજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવાયો હતો.

ધમકી આપવાના ગુનામાં ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે કલમ ૫૦૪, ૫૦૬ હેઠળ ધમકી આપવાનો બનાવ નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન તપાસ અધિકારી એન.એસ.મેસવાણિયા દ્વારા ધમકી આપનાર આરોપી તરીકે વિશાલ પ્રદીપભાઈ સેજપાલ જાતે લોહાણા (૪૦) રહે. ચીચા કંદોઇ શેરી ગ્રીનચોક વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News