માળીયા (મી) ની ભીમસર ચોકડી પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનના મોત મામલે ફરિયાદ નોંધાઈ
મોરબીના વિપુલનગરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે નોંધાયો ગુનો
SHARE
મોરબીના વિપુલનગરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે નોંધાયો ગુનો
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં વિપુલનગરમાં રહેતા યુવાને શેરીમાંથી બાઇક ધીમું ચલાવવા માટે થઈને કહ્યું હતું ત્યારે બાઈક લઈને પસાર થયેલા બે શખ્સો દ્વારા યુવાન અને તેના મિત્રને ગાળો આપી હતી અને ત્યારબાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરીને ઇજાઓ કરવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજીવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ વિપુલનગરમાં રહેતા જયેશભાઈ જગદીશભાઈ પરમાર (૨૬) એ હાલમાં મનસુખભાઈ હનાભાઇ ચાવડા તેમજ કિરીટભાઈ નાનજીભાઈ ચાવડા રહે બંને ઇન્દિરાનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આરોપીઓ તેના ઘર પાસેથી મોટર સાયકલ લઈને નીકળતા હતા ત્યારે બાઈક ધીમુ ચલાવવા બાબતે તેણે ઠપકો આપ્યો હતો જેથી કરીને મનસુખ અને તેના મિત્ર કિરીટને તે સારું નહીં લાગતા તેણે ફરિયાદી જયેશ તેમજ તેના મિત્ર દીપકને ગાળો આપી હતી અને ઢિકા પાટુનો માર માર્યો હતો ત્યારબાદ મનસુખ પાસે રહેલ છરી વડે તેણે ફરિયાદી જયેશને બાવડા અને પેટના ભાગે ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા જયેશભાઈ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









