દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
Breaking news
Morbi Today

દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું

ભારતના ચૂંટણી પંચમાં થયેલ ગંભીર અનિયમિતતાઓ, મતદાર યાદીમાં છેડછાડ (વોટ ચોરી) અને સંસ્થાકીય દુરુપયોગ સામે યોગ્ય તપાસ કરવાની દેશભરમાં માંગ ઉઠી રહી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપીને મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવા માટેની માંગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નયનભાઈ અઘારા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, દેશની લોકશાહીના પાયા સમાન ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કેમ કે, તાજેતરમાં ભારતના ચૂંટણી પંચમાં એકપક્ષીય નિર્ણયો અને આંતરિક વિખવાદનો અભૂતપૂર્વ ખુલાસો થયો છે. જેમાં બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી દ્વારા છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમાર દ્વારા લેવાયેલા એકપક્ષીય નિર્ણયો સામે ઔપચારિક વાંધો ઉઠાવવામાં આવ્યો છે

ખાસ કરીને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં અન્ય કમિશનરો તેમજ રાજ્ય ચૂંટણી અધિકારીઓને અંધારામાં રાખવામાં આવ્યા છે., મતદાર યાદીમાં અનધિકૃત રીતે નામો ઉમેરવા તેમજ સાચા મતદારોના નામો કાઢી નાખવાની ગેરરીતિઓ કરાઇ હોવાની આશંકા છે., દિલ્હી સ્થિત સેન્ટ્રલ IT સિસ્ટમનું અયોગ્ય કેન્દ્રીકરણ કરીને સ્થાનિક અને રાજ્ય સ્તરની સ્વાયત્તતા છીનવી લેવામાં આવી છે. આ પ્રકારના નિર્ણયો દેશની સ્વાયત્ત સંસ્થાઓ પર શાસક પક્ષના ઈશારે સંસ્થાકીય કબજો જમાવીને લોકશાહીને ખતમ કરવા તરફ ઈશારો કરે છે. અગાઉ પણ વિરોધ પક્ષ દ્વારા "વોટ ચોરી" અને ચૂંટણી તંત્ર સાથે છેડછાડ અંગે જનજાગૃતિ ફેલાવીને ચેતવણી આપવામાં આવી હતી, જે આજે સાચી સાબિત થઈ રહી છે.

ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના કાર્યકાળ દરમિયાન લેવાયેલા તમામ એકપક્ષીય નિર્ણયો, ખાસ કરીને મતદાર યાદી સુધારણા (SIR) અને IT સિસ્ટમના કેન્દ્રીકરણની નિષ્પક્ષ ન્યાયિક તપાસ કરવામાં આવે, લોકશાહી ઢાંચાને નુકસાન પહોંચાડવા બદલ અને સંસ્થાકીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરવા બદલ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, મતદાર યાદી સુધારણામાં કોઈપણ મતદારનો મતાધિકાર છીનવાઈ ન જાય તે માટે તમામ રાજકીય પક્ષો અને જાહેર જનતા સમક્ષ પારદર્શક વિગતો મૂકવામાં આવે તથા મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવામાં આવે તેમજ રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલત સમક્ષ દેશના બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે તાકીદે યોગ્ય પગલાં લેવામાં એવા તેવી માંગ કરવામાં આવી છે આ તકે મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય સતિષભાઈ મેરજા, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, મુકેશભાઇ ગામી, રાજુભાઈ કાવર, દમયંતીબેન નિરંજની, વસીમભાઈ મનસુરી, અલ્પેશભાઈ કોઠીયા, દિનેશભાઈ શેરસીયા, બાબુભાઈ વેરાણા, મહેશભાઈ રાજકોટિયા તેમજ કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




Latest News