દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ


SHARE







મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ

મોરબીમાં મિત્ર પાસેથી ઉછીના લીધેલ રૂપિયાની સામે ચેક આપવામાં આવેલ હતો જે ચેક રિટર્ન થયો હતો જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને કોર્ટે એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ફટકારવામાં આવેલ છે.

આ કેસની મળતી વિગત મુજબ ફરિયાદી કિરણભાઈ રામભાઈ બોરીચા અને આરોપી રાહુલભાઈ નટવરભાઈ ઠોરીયા બંને મિત્ર હતા અને આરોપીને ધંધા માટે પૈસાની જરૂરત હતોઈ જેથી તેણે 2 લાખ રૂપિયા પંદર દિવસ માટે હાથ ઉછીના લીધા હતા અને આરોપીએ તેની વેગનઆર કાર જીજે 36 એલ 3789 અને બેંક ખાતાનો પોતાની સહી વાળો ચેક આપ્યો હતો બાદમાં આરોપીએ તેની રકમ પચાવી પાડવાના ઈરાદે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ગાડી બળજબરીથી પડાવી, ચેકમાં સહી કરાવી ચેક પડાવી લેવાની ખોટી ફરિયાદ કરી હતી જેથી બંને વચ્ચે સમાધાન થતા તે મુજબ કાર અને સહીવાળો ચેક પરત કર્યો હતો અને આરોપીએ કાયદેસરની લેણી રકમ ચુકવવા માટે સ્ટેટ બેન ઓફ ઇન્ડિયાના 1-1 લાખના બે ચેક આપ્યો હતો જેથી ફરિયાદીએ 1 ચેક પોતાની બેંકમાં જમા કરાવ્યો હતો જે રિટર્ન થયો હતો જેથી ફરિયાદીએ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી જે કેસ મોરબીના એડીશનલ સિવિલ જજ અને જ્યુડી. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરિયાદીના વકીલ કે.વાય. કોઠારીએ કરેલી દલીલ અને રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી રાહુલ ઠોરીયાને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમની બમણી રકમનો દંડ ફટકાર્યો છે અને ફરિયાદ તારીખથી વાર્ષિક 9 ટકા વ્યાજ સહીત રકમ ચૂકવવા આદેશ કર્યો છે તેમજ દંડની રકમ આરોપી ન ભરે તો વધુ 90 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.




Latest News