મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં ઉદ્યોગ સાહસિકોને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ નું માર્ગદર્શન અને સહાય-સબસિડીની માહિતી આપવા માટે સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન


SHARE































ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન

લોકસભા સત્ર દરમ્યાન કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઇ ચાવડા ઉતર પ્રદેશના કચ્છમાં રહેતા લોકોના ડેલીગેશન સાથે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીની રૂબરૂ મુલાકાત લઈ કચ્છથી ઉતર પ્રદેશ- બિહારને જોડતી રેલ સેવા માટે રજુઆત કરી હતી. જેના ફલસ્વરૂપ રેલવે મંત્રાલય દ્વારા અમૃત ભારત એક્સપ્રેસ ભુજ–બરૌની સપ્તાહમાં ત્રણ દિવસ દોડાવવા માં આવશે.

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે, ભુજથી બરૌની સુધી 2,532 કિમીનું અંતર કાપતી-ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મુસાફરોને મળશે સુવિધા, ગુજરાત અને બિહાર વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી ભુજ–બરૌની વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ - સોમવાર, બુધવાર અને શનિવારે ભુજ થી ઉપડશે. આ નવી ટ્રેનના કારણે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર વચ્ચે મુસાફરી કરતા નાગરિકોને વધુ સુવિધાજનક અને સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

આ ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં  અમદાવાદ, રતલામ, કોટા, મથુરા, બરેલી, ગોરખપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, બરૌનીનો સમાવેશ થાય છે. ભુજ સહિત કચ્છ અને સમગ્ર ગુજરાતના નાગરિકો માટે આ ટ્રેન બિહાર તથા ઉત્તર પ્રદેશ સાથેની મુસાફરીને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ બની રહેશે. ખાસ કરીને રોજગાર, વેપાર, શિક્ષણ અને સામાજિક કારણોસર ગુજરાતથી ઉત્તર ભારત અને બિહાર તરફ મુસાફરી કરતા મુસાફરોને તેનો લાભ મળશે. આ નવી રેલવે સેવા માટે સાંસદએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિનીજી તથા રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો છે












Latest News