સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર-વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
SHARE
મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત: પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક-2 સોસાયટીમાં રહેતા યુવાનને માનસિક બીમારીની દવા ચાલુ હતી છતાં તેને સારું થતું ન હતું જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ કારખાનાની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતી યુવતીનું કોઈપણ કારણોસર મોત નીપજ્યું હોય તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સીતારામ એપાર્ટમેન્ટ પાછળ શ્રદ્ધા પાર્ક-2 માં ભાડાના મકાનમાં રહેતા વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમાર (25)એ પોતાના ઘરની અંદર છતમાં લગાવેલ હુક સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા વાસુદેવભાઈ લખમણભાઇ પરમાર (65) રહે. શ્રદ્ધા પાર્ક-2 મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને છેલ્લા છ એક મહિનાથી માનસિક બીમારી હોય તેની અલગ અલગ હોસ્પિટલમાં દવા ચાલુ હતી તેમ છતાં પણ તેને સારું નહીં થતાં માનસિક બીમારીના લીધે તેને મનોમન લાગી આવતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ ડેકોરગોલ્ડ આર્ટની લેબર કોલોનીમાં રહેતા ચેનસિંગ મેઘવાલની 19 વર્ષની દીકરી સુનીતાબેન લેબર કોલોનીમાં હતી ત્યારે કોઈપણ કારણોસર તેનું મોત નીપજ્યું હતું જેથી તેના સંબંધી નનકાભાઈ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી









