વાંકાનેરના પંચાસીયાથી રાતીદેવળી સુધીના રોડનું 4.17 કરોડના ખર્ચે કરાશે રીસરર્ફેસીંગ
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર-વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
SHARE
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર-વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
તાજેતરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિકસિત ભારત 2047 અને સેવા સુશાસન થીમ આધારિત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા બી.આર.સી.ભવન ખાતે યોજાઈ હતી. આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક એમ ત્રણ વિભાગના બાળકોએ ભાગ લીધો હતો. સેવા સુશાસન અને વિકસિત ભારત 2047 અંગેના વિચારોને બાળકોએ ચિત્ર તેમજ વક્તૃત્વના માધ્યમથી રજૂ કર્યા હતા.
આ તકે બાળકોને પ્રોત્સાહન આપવા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા પાલિકાના પ્રમુખ પંકજભાઈ કારેલીયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ દિનેશભાઈ વાધરીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન રશ્મિકાંતભાઈ દુબરીયા અને ટીપીઈઓ જીવાણીભાઈ હાજર રહ્યા હતા. આ તકે મહેમાનોનું સ્વાગત રસિકભાઈ ભાગીયાએ કર્યું હતું તેમજ આભારવિધિ બી.આર.સી. કલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઇ સાણજાએ કર્યું હતું. અને કાર્યક્રમ સફળ બનાવવા તમામ સી.આર.સી. તેમજ બી.આર.પી.એ જહેમત ઉઠાવી હતી. અને અંતમાં સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતા.