મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા અગાભી ગામે દબાણ કરનાર ત્રણ સામે મામલતદારે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE







વાંકાનેરના પીપળીયા અગાભી ગામે દબાણ કરનાર ત્રણ સામે મામલતદારે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

વાંકાનેર તાલુકાના પીપળીયા અગાભી ગામે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને દબાણ કરનારાઓની સામે વાંકાનેરના મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વાંકાનેરમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ઉત્તમભાઈ વિનયભાઈ કાનાણી (૨૮) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનજીભાઈ રાયમલભાઈ જખાનીયા, જીતુભા ભરતસિંહ જાડેજા અને પમાભાઈ દેવશીભાઈ પરમાર રહે બધા પીપળીયા અગાભી વાળાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના સર્વે નંબર ૪૨૦ પૈકી ૭, ૩૧૬-૦૮-૩૦ મીટર જમીન પચાવી પાડવા માટે આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરી અનઅધિકૃત રીતે કબજો ચાલુ રાખેલ છે જેથી કરીને મામલતદારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News