મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત


SHARE







મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ માધવ પાર્ક સોસાયટી ખાતે રહેતા અને મૂળ મોરબી તાલુકાના માનસર ગામના હિતેશભાઈ મહિપતભાઈ પૈજા નામના ૪૬ વર્ષના યુવાનનો છેતરપિંડીના ગુનામાં હાલ લાઠી પોલીસ મથકના કુમારસિંહ રાઠોડ દ્વારા મોરબી ખાતે આવીને કબ્જો લેવામાં આવ્યો હતો અને તપાસના કામે તેને લાઠી લઈ જવામાં આવેલ હોવાનું સ્થાનિક પોલીસમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માત

મોરબીના ટંકારા તાલુકા ખાતેથી જામજોધપુર (જામનગર) બાજુ જતા રસ્તા ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ત્યાં આવેલા રિલાયન્સના પેટ્રોલ પંપ નજીક અજાણ્યા ટ્રકના ચાલકે ટ્રેક્ટરને હડફેટે લીધું હતું.જે બનાવમાં ટ્રેક્ટરમાં સવાર અર્જુન ચંદુભાઈ પરમાર (૧૭), ચંદુભાઈ નાડુભાઇ પરમાર (૬૦), અનસોયા સુનિલભાઈ પરમાર (૦૧), લલિતાબેન સુનિલ પરમાર (૨૪), યુવરાજ સુનિલભાઈ પરમાર (૦૩) તથા અન્ય એક સાતેક વર્ષની બાળકી રહે.બધા દાહોદ હાલ મોરબીને ઇજાઓ થઈ હતી જેથી તેઓને અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે. 

પોલીસ કાર્યવાહી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશ ચંદ્રકાન્ત ઠાકર નામના યુવાનની વિરુદ્ધ ચેક રીટર્ન સંદર્ભે ગુનો દાખલ થયેલો હોય અને તેનો કોર્ટમાં કેસ ચાલી જતા તેમાં તેને સજા પડેલી હતી.દરમ્યાનમાં રાજકોટ જેલમાંથી તેને પેરોલ મળ્યા હતા અને પેરોલ પુરા થયા બાદ તે સમયસર જેલ ખાતે હાજર થયો ન હોય તે બાબતે તેને નોટિસ આપીને તેના વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી હતી.




Latest News