મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) ની ભીમસર ચોકડી પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનના મોત મામલે ફરિયાદ નોંધાઈ


SHARE











માળીયા (મી) ની ભીમસર ચોકડી પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનના મોત મામલે ફરિયાદ નોંધાઈ

માળીયા મીયાણા નેશનલ હાઇવે ઉપર આવેલ ભીમસર ચોકડી પાસે આગળ જતા ટ્રક ટેલરના ઠાંઠામાં પોતાનો ટ્રક અથડાવવી દેતા ટ્રક ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જેથી હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ભાદલા ગામના રહેવાસી ગાયડસિંગ ગણપતસિંગ ભાટી જાતે રાજપૂત (૨૯) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક તેના ભાઈ મહેન્દ્રસિંગ ગણપતસિંહ ભાટી જાતે રાજપૂત (૨૬) રહે ભાદલા રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો ભાઈ ટ્રક નંબર આરજે ૭ જીઈ ૨૭૫૭ લઈને માળીયા નેશનલ હાઇવે ઉપર ભીમસર ચોકડી પાસે ઓવરબ્રિજ નજીકથી પસાર થતો હતો ત્યારે આગળ જતા ટ્રક ટ્રેલરના ઠાઠામાં તેનું વાહન અથડાયું હતું જેથી કરીને પગમાં અને શરીરે તેમજ બરડના ભાગે ગંભીરી ઇજા થઈ હતી અને તેને સારવારમાં ખસેડાયો હતો જોકે સારવાર દરમિયાન મહેન્દ્રસિંહ ગણપતસિંહ ભાટીનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને માળિયા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News