દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ માતાના મંદિર પાસે ઘવાયેલ બાળકીનું સારવારમાં મોત : બસ ચાલક સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીમાં મચ્છુ માતાના મંદિર પાસે ઘવાયેલ બાળકીનું સારવારમાં મોત : બસ ચાલક સામે નોંધાયો ગુનો

મોરબીમાં મચ્છુ માતાના મંદિર પાસે આવેલ રાધાકૃષ્ણ મંદિર પાસેથી માતા તેના ત્રણ સંતાનોને લઈને પસાર થતી હતી ત્યારે મીની બસના ચાલકે તે ચારેયને હડફેટે લીધા હતા જેથી કરીને તેઓને ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન ૧૧ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે જેથી કરીને આ અકસ્માતના બનાવવામાં મૃતક બાળકીની માતાએ મીની બસના ચાલક સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીની નાની બજારમાં મુલ્લા શેરી પાસે રહેતા રસીદાબેન સમીરભાઈ બલોચ જાતે મકરાણી (૩૫) એ હાલમાં ભરતભાઈ નાનજીભાઈ પઢીયાર રહે ખત્રીવાડ વઢવાણિયા શેરી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે બે દિવસ પહેલા સાંજના સમયે મોરબીમાં આવેલ મચ્છુ માતાજીના મંદિર પાસે રાધાકૃષ્ણ મંદિર નજીકથી તે પોતાના ત્રણ સંતાનો સાથે ચાલીને જતા હતા ત્યારે મીની બસ નંબર જીજે ૩ ડબલ્યુ ૫૪૯૧ ના ચાલક ભરતભાઈએ ફરિયાદી તથા તેના ત્રણેય સંતાનોને હડફેટે લીધા હતા જેથી ફરિયાદી તેની દીકરી તસ્કીન અને દીકરા અલીને માથા અને શરીરના ભાગ થઈ હતી તેમજ દીકરી નેકી (૧૧) ને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સારવારમાં મોત નીપજયું છે જેથી હાલમાં મૃતક બાળકીની માતાની ફરિયાદ લઈને પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News