મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ ઉપરથી બાઈકની ચોરી


SHARE







મોરબીના લીલાપર રોડ ઉપરથી બાઈકની ચોરી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પીઝા દુકાનની સામેની બાજુ પાર્ક કરવામાં આવેલ બાઈકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર વિલિયમ ઝોન પીઝાની બાજુમાં રામેશ્વર એપાર્ટમેન્ટ સામે જાહેરમાં રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રામ કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ભાર્ગવભાઈ જયસુખભાઈ ગડારા જાતે પટેલ (૨૧) એ પોતાનું બાઈક નંબર જીજે ૩ એફઈ ૮૪૫૪ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૮૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 

વરલી જુગાર

મોરબીના ગાંધી ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા વરલી જુગારના આંકડા લેતા મોહસીન ઉર્ફે મોસલો રહીમભાઈ દલ (૨૯) રહે વાવડી રોડ ક્રિષ્ના પાર્ક બાવનશા પીરની દરગાહ સામે મોરબી વાળાની રોકડા ૨૭૦ સાથે ધરપકડ કરેલ છે આવી જ રીતે મોરબીના માધાપર શેરી નં-૪ પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ગોપાલભાઈ જલાભાઇ ખીટ (૨૫) રહે માધાપર શેરી નં-૭ વાળો વરલી જુગારના આંકડા લેતો મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૩૦૦ ની રોકડ કબજે કરેલ છે.






Latest News