મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ
Breaking news
Morbi Today

મોરબી: ચરિત્રની શંકા કરીને પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ


SHARE







મોરબી: ચરિત્રની શંકા કરીને પરિણીતાને શારીરિક ત્રાસ માનસિક આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ

વાંકાનેરના પ્રતાપ ચોક પાસે માવતરના ઘરે રહેતી પરણીતાએ હાલમાં તેના પતિ, સસરા, જેઠ અને જેઠાણી સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ચરિત્રની શંકા કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ માર મારતા હતા તેવી ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં વાંકાનેરના પ્રતાપ ચોક પાસે માવતરના ઘરે રહેતી જલ્પાબેન અશોકભાઈ સોલંકી નામની પરણિતાએ તેના પતિ રામભાઈ બાબુભાઈ ભટ્ટી, સસરા બાબુભાઈ ભગવાનજીભાઈ ભટ્ટી, જેઠ અતુલભાઇ બાબુભાઈ ભટ્ટી અને જેઠાણી વર્ષાબેન અતુલભાઇ ભટ્ટી રહે બધા કોઠારીયા મેન રોડ જુના ગણેશનગર શેરી નં-૬ સતનામ પાર્ક રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે રસોઈ કામ કરવા બાબતે તેમજ ઘરકામ બાબતે નાની-નાની બાબતે મેના ટોણા મારીને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો તેમજ ચરિત્રની શંકા કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો જેથી કરીને પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિત ચાર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.




Latest News