મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દુર્ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપે: કોંગ્રેસ


SHARE







મોરબી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દુર્ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપે: કોંગ્રેસ

મોરબી ઝૂલતા પૂલની બનેલી ગંભીર ઘટના નેતિક જવાબદારી સ્વીકારી પાલિકા પ્રમુખ તેમજ કરારમાં સહી કરનાર પદાધિકારીએ રાજીનામા આપી દેવા જોઈએ તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ અને પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ  ના રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે કે, મોરબીમાં ઝૂલતા પૂલની ગોઝારી ઘટના  બનેલ તેમાં આશરે ૧૩૫ થી વઘારે લોકોના મુત્યુ થયેલ છે  જેમાં ફૂલ જેવા કોમલ બાળકો, યુવાનો, મહિલાઓ સહિતનાનો ભોગ લેવાયો છે ત્યારે આ દુર્ઘટનાની  નેતીક જવાબદારી ભાજપ શાસિત નગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનને સ્વીકારી રાજીનામા આપી દેવા જોઈએ વધુમાં કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ છે કે, ભાજપ પક્ષના જવાબદાર હોદેદારોમાં જરા પણ શરમ કે નૈતિકતા બચી હોય તો આ  પાલિકાના વહીવટને ચાલવામાં નિષ્ફળ ગયેલ પદાધિકારીઓના રાજીનામા લઇ લેવા જોઈએ અને આ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ભાજપના હોદેદારોએ કરવી જોઈએ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે 




Latest News