મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને મોરારિબાપુ તરફથી સહાય અર્પણ


SHARE







મોરબીમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને મોરારિબાપુ તરફથી સહાય અર્પણ

મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં ૧૩૫ જેટલા લોકો એ પ્રાણ ગુમાવ્યા છે.  મોરબીના ઈતિહાસ માં ફરી એકવાર અત્યંત દુઃખદ ઘટના બની છે. પુજ્ય મોરારિબાપુ ની રામકથા હાલમાં રાજસ્થાનનાં નાથદ્વારા ખાતે ચાલી રહેલ છે. આ દરમ્યાન આ કરુણ ઘટના નાં સમાચાર મળ્યા હતા અને પુજ્ય મોરારિબાપુ એ એમની સંવેદના વ્યક્ત કરી હતી અને જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના નિર્વાણ .માટે પ્રાર્થના કરી હતી. આજે પૂજા બાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિજનોને ૫૦૦૦ અને એક કાળી કામળી અર્પણ કરવામાં આવી છે. આ કાર્યમાં મોરબી કબીર આશ્રમના મહંત પૂજ્ય શિવરામ બાપુ સાહેબના આશીર્વાદ અને અમુલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે. રાજકોટના અતુલ ઓટોની ટીમ દ્વારા સહાય પહોંચાડવા આવી રહી છે. પુનઃ ફરી એકવાર પુજ્ય મોરારિબાપુ એ તમામ મૃતકો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી છે.




Latest News