મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ
SHARE
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ
મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેના જ ભાગરૂપે તાજેતરમાં જરૂરિયાતમંદ પરિવારોને અગાઉ 100 ચૂલ્હાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 150 ચૂલ્હાનું વિતરણ કરાયું છે. આ સેવાકાર્યનો મુખ્ય હેતુ એવા પરિવારો સુધી મદદ પહોંચાડવાનો છે, જેઓ રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. જે પરિવારોને ચૂલ્હા આપવામાં આવ્યા તે જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેઓ આ સંસ્થાને હૃદયથી આશીર્વાદ આપ્યા હતા. ખાસ કરીને મુસ્કાન વેલફેર સોસાયટીનું માનવું છે કે સેવા માત્ર મદદ કરવાનું નામ નથી, પરંતુ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનું નામ છે. સમાજના જરૂરિયાતમંદ લોકોના જીવનમાં નાનકડું પણ સુખ લાવવાનો પ્રયાસ જ સાચી માનવસેવા છે.









