મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ

મોરબીમા લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના NSS સમિતિ દ્વારા સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત તા.૨૪/૦૯/૨૦૨૬ના રોજ ‘વિકસિત ભારત ૨૦૪૭’ થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ૧૧ ટીમોના ૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પરંપરાગત રંગોળી કળાના માધ્યમથી ભારતના વિકાસ, નવીનતા, શિક્ષણ, ટેકનોલોજી, ટકાઉ વિકાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રગતિ જેવા વિવિધ વિષયોને ઉજાગર કરતી રંગબેરંગી અને અર્થસભર રંગોળીઓ તૈયાર કરી હતી. આ રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય, ટીમવર્ક તથા વિકસિત ભારત અંગેના વિચારો અને દૃષ્ટિકોણ રજૂ કરવાની તક મળી હતી.

આ રંગોળી સ્પર્ધાનું મૂલ્યાંકન ડૉ. શિવાની આર. ઉપાધ્યાય (જનરલ ડિપાર્ટમેન્ટ) તથા પ્રો. ભારતી પરમાર (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ) દ્વારા કરવામાં આવ્યું હતું. અને સ્પર્ધામાં સર્જનાત્મકતા, થીમ સાથેની સુસંગતતા, રંગોની પસંદગી, સ્વચ્છતા, મૌલિકતા જેવા વિવિધ માપદંડોને આધારે રંગોળીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા પૂર્ણ થયા બાદ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટીમને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. ‘વિકસિત ભારત ૨૦૪૭’ થીમના માધ્યમથી વિદ્યાર્થીઓએ વિકસિત અને પ્રગતિશીલ ભારત માટેના પોતાના વિચારોને સર્જનાત્મક રીતે રજૂ કર્યા હતા. આ રંગોળી સ્પર્ધાનું આયોજન NSS સમિતિ, લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના કન્વીનર તરીકે ડૉ. જે.બી. ભેડા (જનરલ ડિપાર્ટમેન્ટ) તથા કો-કન્વીનર તરીકે પ્રો. ડી.બી. પટેલ (મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ) એ કામગીરી સંભાળી હતી.




Latest News