મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સગાઈના પ્રસંગની પૂર્વ સંધ્યાએ એક જ કુટુંબના આઠ લોકોના મૃત્યુ નીપજતા માતમ છવાયો


SHARE







મોરબીમાં સગાઈના પ્રસંગની પૂર્વ સંધ્યાએ એક જ કુટુંબના આઠ લોકોના મૃત્યુ નીપજતા માતમ છવાયો

મોરબીમાં રવિવારે સાંજના સમયે જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ઝુલતા પુલ ઉપરથી પસાર થતાં ઘણા બધા લોકો પુલની સાથે જ નીચે મચ્છુ નદીના પટમાં પટકાયા હતા જેથી કરીને નદીના પાણીમાં ડૂબી જવાના કારણે અને ઝુલતા પુલના કાટમાળની નીચે દબાઈ જવાના કારણે સત્તાવાર રીતે 130 કરતા વધુ લોકોના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે જેમાં ણા બધા પરિવારોનો માળો વિખાઈ ગયો છે તેવું કહીએ તો તેમા જરાપણ અતિશ્યોક્તિ નથી મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં યુવતીની સગાઈના પ્રસંગ માટે થઈને ઘરમાં ખુશીનો માહોલ હતો અને બહારગામથી આવેલા મહેમાનો યુવતીના ભાઈ, ભાભી, ભત્રીજો તથા ભત્રીજી સાથે ઝુલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક આ પુલ તૂટવાના કારણે એક જ કુટુંબના કુલ મળીને આઠ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા માજોઠી જુમાભાઈ સાજણભાઈની બહેનની સગાઈ હોવાથી તેમના ઘરે ખુશીનો માહોલ હતો અને મહેમાનો આવી ગયા હતા જેથી માજોઠી જુમાભાઇ સાજણભાઇ (31) તેના પત્ની માજોઠી રેશમાબેન (27), દીકરો મેહનૂર (8), દીકરી ફેજાન (6) તેમજ તેમના બનેવી હુસેનભાઇ દાઉદભાઈ માજોઠી (45), બે ભાણેજ હનીફ હુસેન માજોઠી (20) અને હર્ષદ હુસેન માજોઠી (5) તેમજ ભત્રીજી સાઇના આદમભાઈ માજોઠી (16) ના પુલના કાંટ માટે નીચે અને પુલ ઉપરથી નીચે પડવાના કારણે મૃત્યુ નીપજ્યા છે આમ એક જ કુટુંબના કુલ મળીને આઠ લોકોના મૃત્યુ નીપજતા જે ઘરની અંદર સોમવારના દિવસે સગાઈનો પ્રસંગ યોજવાનો હતો અને ખુશીનો માહોલ હતો રવિવારે સાંજ સુધી તે ઘરની અંદર રવિવારે સાંજથી હવે માતમનો માહોલ છવાઈ ગયો છે અને એકી સાથે એક ઘરમાંથી ચાર વ્યક્તિઓનો જનાજો નીકળતા અનેક લોકોની આંખો ભીંજાઈ હતી. #morbitoday






Latest News