મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા


SHARE







મોરબીના જુલતા પુલની ગોઝારી ઘટનામાં જામનગર જિલ્લાના બે ગામના મળીને દસ લોકોના ભોગ લેવાયા

મોરબીના જુલતા પુલના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઝુલતા તૂટી પડવાના બનેલ બનાવમાં આશરે ૧૪૦ થી વધુ લોકોના સત્તાવાર રીતે મોત નોંધાયા હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જે દરમિયાનમાં વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના ઝુલતા પુલની ઉપરોક્ત ઘટનામાં જામનગર જિલ્લાના જુદા જુદા બે ગામના મળીને ૧૦ લોકોના ભોગ લેવાયા છે. જેમાં મળતી માહિતી મુજબ જામનગરના જાલીયાદેવાણી અને ખરેડી એમ બે ગામના કુલ મળીને ૧૦ જેટલા લોકોના મોરબીના ઉપરોક્ત જળ હોનારતમાં ભોગ લેવાયા છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણીયા ગામના જાડેજા પરિવારના સાત લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. જેમાં કિરણબા પ્રતાપસિંહ જાડેજા (૩૦), શિવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (૯), જયાબા ગંભીરસિંહ જાડેજા (૫૫), અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૨૬), ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (૭), દેવાંશીબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૬) અને દેવર્ષિબા પ્રદ્યુમનસિંહ જાડેજા (૫) નો સમાવેશ થાય છે તેમજ અન્ય ત્રણ હદભાગીઓ જામનગરના ખરેડી ગામના હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.






Latest News