મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ઝાડ કાપતા ડાળી પેટમાં લાગતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે ઝાડ કાપતા ડાળી પેટમાં લાગતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ગામના જાપાની પાસે ઝાડ કાપતા સમયે ઝાડની ડાળી પેટના ભાગે લાગી જતા ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ગામના જાપાની પાસે ઝાડ કાપતા સમયે ઝાડની ડાળી પેટના ભાગમાં લાગી જતા ઈજાગ્રસ્ત થયેલા મેહુલ રમેશભાઈ આદ્રોજીયા નામના ૧૮ વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો છે.બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

ઓવરટેક કરતા મારામારી

મોરબીના કંડલા બાયપાસ ભગવતી હોલ નજીક રહેતા દયારામભાઈ કાનજીભાઈ ડાભી નામના ૩૧ વર્ષના યુવાનને રામચોકના ઢાળિયા પાસે રિક્ષાવાળા દ્વારા માર મારવામાં આવતા તેને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં તેણે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૦૭૫ ના ચાલક સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણે પોતાનો બાઈક રીક્ષાને ઓવરટેક કરતા તે બાબતનો રોષ રાખીને ઉપરોકત રિક્ષાવાળાએ તેને ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડી હતી..! અત્રે નોંધનીય છે કે મોરબી સીટી વિસ્તારમાં નગર દરવાજા ચોક, શાકમાર્કેટ ચોક, નવા-જૂના બસ સ્ટેશન, પુનમ મ્યુઝીક પાસે, યદુનંદન ગેઇટ પાસે, ત્રિકોણબાગ પાસે, શકિત ચોક પાસે અને શહેરના અન મુખ્ય ચોક ખાતે રીક્ષા ચાલકોનો ત્રાસ અનહદ વધી ગયેલ છે અને તેમના વાણી વિલાસને લઈને ત્યાંના વેપારીઓ સહિતના રસ્તે પસાર થતી મહીલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય તેવા પણ બનાવો છાશવારે બનતા હોય પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર રહેતા વિપુલ મોહન ભટ્ટી (૪૫) અને અમિત વિપુલ ભટ્ટી (૧૨) ને ઘુંટુ રોડ ગોપાલ કાંટા પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાછળ આશીર્વાદ ટ્રેડિંગ નજીક બાઇકમાંથી પડી જતા જાદવજી નારણભાઇ પેથાપરા (૫૨) રહે.મોરબી કન્યા છાત્રાલય રોડ વાળાને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.






Latest News