મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે સર્જાયેલ જીવલેણ અકસ્માતના બનાવમાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીના મકનસર પાસે સર્જાયેલ જીવલેણ અકસ્માતના બનાવમાં આરોપીની ધરપકડ

મોરબીના મકરસર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે અચાનક જ પોતાનું ટ્રેક્ટર વાળી લેતા પાછળના ભાગમાં આવી રહેલ બાઈક ચાલકનું બાઇક ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાયુ હતુ જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને ઘટના સ્થળે યુવાનનું મોત નિપજ્યુ હતુ અને ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર રોડ ઉપર રેઢું મૂકીને ત્યાંથી નાસી ગયો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના ભાઈએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

ટંકારા તાલુકાના અમરસર ગામે રહેતા પરવેજભાઈ અનવરહુસેનભાઇ નાનાણી જાતે મુસ્લિમ ફકીર (૨૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર ટ્રોલી નંબર જીજે ૨૦ ટી ૬૧૪૨ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મકાનસર ગામ પાસે એક્સેલ સીરામીક નજીક હાઈવે રોડ ઉપર લેન સાઈડ બદલાવવા માટે થઈને ટ્રેક્ટર ચાલકે પાછળ જોયા વગર અચાનક જ પોતાનું ટ્રેક્ટર વાળી લીધું હતું ત્યારે પાછળના ભાગમાં સ્પ્લેન્ડર બાઈક લઈને આવી રહેલ ફરિયાદીના ભાઈ ઈરફાનભાઇ અનવરહુસેનભાઇ નાનાણી જાતે મુસ્લિમ ફકીર (૨૪) ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાયો હતો જેથી તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ બનાવમાં અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર રસ્તા ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો અને મૃતક યુવાનના ભાઈએ ટ્રેક્ટર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી પરેશ પીદલાભાઈ કળમી જાતે આદિવાસી (૨૫) હાલ રહે. ગોકુળનગર, મકનસર મોરબી મૂળ દાહોદ વાળાની ધરપકડ કરેલ છે

ઝેરી દવા પી જતા સારવારમાં

સુરેન્દ્રનગરના થાન તાલુકાના વીજળીયા ગામે રહેતા સોનલબેન હરેશભાઈ ગોવિંદભાઈ ગાંગડીયા નામની ૨૭ વર્ષીય મહિલા ગામમાં ઝેરી દવા પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી






Latest News