મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લાકક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં ૨૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો


SHARE







મોરબીમાં જીલ્લાકક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં ૨૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ " લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારા  જીલ્લાકક્ષા એ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨ (N.C.S.C.)National Children Science Congress- 2022 માં આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમ ની સમજણ થીમ ઉપર તા.૨૧-૨૨ ઓક્ટોબર એમ બે દિવસીય સેમીનારમાં મોરબી જીલ્લાની વિવિધ સરકારી, ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર  ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર ની શાળાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.

આ સેમીનારમાં સ્કૂલમાં વેકેશન હોવા છતાં ૧૪૨ જેટલી ટીમના વિધાર્થીઓનું પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ જેમાં ૨૧૬ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો. "રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૨" મોરબી જીલ્લા ની જીલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ વિધાર્થીઓમાંથી શ્રેષ્ઠ પ્રોજેક્ટ પ્રદર્શન કરનાર ૧૦ પ્રોજેક્ટને રાજ્યકક્ષાએ સાયન્સ સીટી અમદાવાદ ખાતે ભાગ લેવાનું રહેશે.આ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૨ માં ભાગ લેનાર વિધાર્થીઓ પોતાનું, પોતાના પરિવાર, પોતાની સ્કૂલનાં તથા મોરબી જીલ્લાનું નામ રોશન કરે તેવી સંચાલક એલ.એમ.ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટે શુભેચ્છાઓ પાઠવેલ છે.






Latest News