મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ઓવરબ્રીજ ઉપર બોલેરો અકસ્માત : ત્રણને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીમાં ત્રાજપર ઓવરબ્રીજ ઉપર બોલેરો અકસ્માત : ત્રણને સારવારમાં ખસેડાયા

મોરબીના પુલ પાસે ગઈકાલે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બોલેરો કારનો અકસ્માત થતા ત્રણને સારવારમાં ખસેડાયા આવવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી ઓવરબ્રિજ ઉપર ગુરૂકૃપા હોટલની સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુટીલીટી બોલેરો કાર નંબર જીદે ૩૬ ટી ૮૭૪૫ આગળ જતા કોઇ વાહન સાથે અથડાતા થયેલ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા રાહુલ બનીલાલ ભાંભર (૨૧), હરેશ કરશનભાઇ કુંડારીયા (૫૦) અને શિવમ સતરામ ભીલ (૧૯) રહે.ત્રણેય મોરબી વાળાઓને પ્રથમ સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા છે હાલ બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલા રશ્મીબેન રાજેશભાઈ નામની ૨૫ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરા કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા ગુલામ યુસુફભાઈ પઠાણ નામના ૨૭ વર્ષેના યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. તેમજ મોરબીના માળિયા ફાટક પાસેના કાંતિનગર વિસ્તારમાં બનેવી સાથે બોલાચાલી થયા બાદ થયેલ મારામારીના બનાવમાં અજ઼સગરભાઈ ઈશાભાઈ મોવર (૨૦) અને રસીદાબેન ઈશાભાઈ મોવર (૧૮) નામના બેને ઇજાઓ પહોંચતા તે બંનેને પણ સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા અજય પ્રવીણભાઈ પરમાર નામના ૨૧ વર્ષીય યુવાનને વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપર ઢાળિયા નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવલખી હાઇવે લુંટાવદર ગામની સીમમાં બાઈસીંગભાઇ દરિયાસિંગ મોહનિયા નામના ૫૦ વર્ષીય મજૂરને ગામમાં કોઈના દ્વારા લાકડી વડે માર મારવામાં આવેલ હોય સિવિલે સારવારમાં ખસેડાયા હતા






Latest News