મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ડુંગરપુર ગામે ઘરે આત્યાંતિક પગલુ ભરી લેતા મહિલા સારવારમાં


SHARE











મોરબીના ડુંગરપુર ગામે ઘરે આત્યાંતિક પગલુ ભરી લેતા મહિલા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતી મહિલા કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ ગઈ હતી જેથી તેણીને સારવારમાં મોરબી લાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના હળવદ તાલુકામાં આવેલા ડુંગરપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા કિરણબેન કુકાભાઈ વિઠલાપરા નામની ૨૦ વર્ષની મહિલા કોઈ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ ગઈ હતી જેથી અર્ધ બેભાન હાલતમાં તેણીને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે અને હાલ તે અર્ધ બેભાન હોય બનાવના સંદર્ભે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે ટંકારા તાલુકાના સજ્જનપર ગામે અશોકભાઈ બરાસરાની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની ગંગાબેન આકાશભાઈ કરસનભાઈ ધાણક નામની ૨૦ વર્ષીય મહિલા કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને પણ અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે.જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બંને બનાવો સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ખાનપર ગામે રહેતા ભાવેશભાઈ મહાદેવભાઇ ભીમાણી નામનો ૪૦ વર્ષનો યુવાન ઘરેથી બાઈક લઈને પેટ્રોલ પુરાવવા માટે બહાર નીકળ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો. જ્યારે અમદાવાદના ગોમતીપુરા વિસ્તારના રહેવાથી રાહુલ મૂળજીભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષના યુવાનને મોરબી તાલુકાના પાનેલી ગામે જુનાવાસ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજાઓ થતાં તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામની પાસે આવેલ સિમોલા સીરામીકના લેબર ક્વાર્ટર પાસે મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ભેરૂભાઈ મહેન્દ્રભાઈ યાદવ નામના ૩૨ વર્ષેના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નવલખી ફાટક પાસે રહેતા અજય પ્રવીણભાઈ પરમાર નામનો ૧૮ વર્ષીય યુવાન વાંકાનેર હાઈવે ઉપરના લખધીરપુર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યાં તેને ફેઈસ સિરામીકની પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો છે.






Latest News